ગ્રામીણ ડાક સેવક ભરતીનું પરીણામ જાહેર,આ રીતે ચેક કરો તમારું રિઝલ્ટ

India Post GDS Result 2023:ભારતીય ટપાલ વિભાગ (ઇન્ડિયા પોસ્ટ) એ તમામ વર્તુળોની કુલ 12828 ગ્રામીણ ડાક સેવકની ખાલી જગ્યાઓ માટે પ્રથમ વિશેષ મેરિટ લિસ્ટ અથવા ઇન્ડિયા પોસ્ટ GDS પરિણામ 2023 બહાર પાડ્યું છે. જે ઉમેદવારો આ પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા (ઇન્ડિયા પોસ્ટ જીડીએસ પરિણામ) તેઓ ઇન્ડિયા પોસ્ટની સત્તાવાર વેબસાઈટ indiapostgdsonline.gov.in પર તપાસ કરી શકે છે. મેરિટ લિસ્ટ PDF ફોર્મેટમાં ઉપલબ્ધ છે જેથી ઉમેદવારો સરળતાથી તેમનો નોંધણી નંબર ચકાસી શકે.

પ્રથમ સ્પેશિયલ મેરિટ લિસ્ટ માટેના કટ-ઓફ માર્કસ દરેક રાજ્યમાં બદલાય છે અને 10મા ધોરણની પરીક્ષામાં ઉમેદવારો દ્વારા મેળવેલા માર્ક્સના આધારે નક્કી કરવામાં આવે છે. મેરિટ લિસ્ટમાં શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોએ હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન (DV) રાઉન્ડ માટે હાજર રહેવું પડશે.

જારી કરાયેલ પરિણામની સૂચના અનુસાર, પસંદ કરાયેલ ઉમેદવારોએ 17 જુલાઈ 2023 પહેલા ઉલ્લેખિત વિભાગીય વડાની સામે મૂળ દસ્તાવેજો રજૂ કરવાના રહેશે

આ રીતે ચેક કરો તમારું રિઝલ્ટ

  • સૌપ્રથમ ઈન્ડિયા પોસ્ટની સત્તાવાર વેબસાઈટ indiapostgdsonline.gov.in પર જાઓ.
  • હોમ પેજ પર “કેન્ડિડેટ કોર્નરન” નું ઓપ્શન છે એ જુઓ.
  • અહીં, ‘GDS 2023 શેડ્યૂલ-I શોર્ટલિસ્ટેડ ઉમેદવારો’ લખેલું હોય એ લિંક પર ક્લિક કરો.
  • હવે આપણું સ્ટેટ ગુજરાત સિલેક્ટ કરો.
  • સ્ક્રીન પર પીડીએફ લિસ્ટ ખુલશે, તેમાં તમારો રજીસ્ટ્રેશન નંબર અને માર્કસ ચેક કરો.
  • PDF ડાઉનલોડ કરો અને પ્રિન્ટઆઉટ લો અને વધુ ઉપયોગ માટે તેને તમારી પાસે રાખો.
  • આ રીતે તમે તમારું રિઝલ્ટ જોઈ શકો છો

રિઝલ્ટ જોવા માટેની લીંક

રિઝલ્ટ જોવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment