ગુજરાતમાં 5 દીવસ વિવિઘ શહેરોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, અત્યાર સુધીમા આટલો વરસ્યો વરસાદ

ગુજરાતમાં પાંચ દીવસ સુધી રાજ્યના વિવિઘ ભાગોમાં ભારે થી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગે આસકાં વ્યક્ત કરી છે.આજે સુરત,નવસારી,પોરબંદર,વલસાડ, જુનગઢ ,દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.મહેસાણા,બનાસકાંઠા,પાટણ,આણંદ,મહીસાગર,ભરૂચ,ડાંગ,સાબરકાંઠા,નર્મદા,અરવલ્લી,તાપી,કચ્છ,રાજકોટ,અમદાવાદ,જામનગર,અમરેલી,ભાવનગર,બોટાદ,મોરબી,ગીરસોમનાથજિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી છે,આ પછી પણ 4 દીવસ સુધી રાજ્યના ધણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

અમદાવાદ ધંધુકા તાલુકામા 107 મીમી, જામનગરમા 102 મીમી અને સૌરાષ્ટ્રના પોરબંદરમાં 105 મીમીમાં ગઈકાલ સુધીમાં ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.આ સમયગાળા દરમિયાન રાજ્યના 157 તાલુકામાં વરસાદ નોંધાયો છે.અમદાવાદમાં સાંજના સમયે પડેલો ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયાં હતાં.બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામા પણ 96 મીમી લગભગ 4 ઇંચ વરસાદ નોંધાયો છે. ડીસામાં 4 ઇંચ,મહેસાણાનાં જોટાણા,સાબરકાંઠાના વિજયનગર,રાજકોટના લોધિકામાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે.પોરબંદરના રાણાવાવ, મહેસાણા અને સુરતના પલસાણામાં બે બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

ચક્રવાત બિપરજોયને કારણે જૂનમાં શરૂ થયેલા વરસાદને કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો 36.6% વરસાદ થયો છે.કચ્છ વિસ્તારમાં લગભગ 95% પાણી વરસી ગયું છે.કચ્છના અંજાર તાલુકામાં 187% વરસાદ પડ્યો છે,જે સૌથી વધુ છે.

લાંબા વિરામ બાદ પોરબંદર જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો હતો.ગ્રામ્ય વિસ્તારના નાના-મોટા તમામ ચેકડોમોમાં પાણી ઘુસ્યા ગયા છે.બરડા વિસ્તારમાં ભારે વરસાદના કારણે ખેતરોમાં પણ પાણી ભરાયાં હતાં.બરડાના બગવદર,ભરવાડ, બેરણ,કિદરખેડા,ખાબોદર,વાછોડા,ખીસ્ત્રી વગેરે ગમોમાં બે થી ત્રણ ઈંચ વરસાદના કારણે ચેકડેમ ઓવરફલો થયા છે.આ સાથે જ ખેતરોમાં પણ પાણી ભરાયાં હતાં અને કેટલીક જગ્યાએ એક ખેતરમાંથી બીજા ખેતરમાં પાણી વહેવા લાગ્યું હતું.કૂવામાં પણ નવા પાણી આવવા લાગ્યા છે.બાકરલા, કંતાવાના,ગોધના વગેરે ગામોમાં એકથી દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે.વાછોડા ગામનું તળાવ 60 ટકા ભરાઈ ગયું છે અને બગવદર ગામ અને બેરણ ગામના ચેકડેમ પર પાણી વહી રહ્યું છે.પોરબંદર,રાણાવાવ,બરડા,કુતિયાણા અને ધેડ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.

Table of Contents

Leave a Comment