આંબલાલ પટેલની ભયંકર આગાહી:નર્મદામા પુર!સરદાર સરોવર ડેમ થઈ શકે છે ઓવરફ્લો,બીજી સિસ્ટમ બનવાની તૈયારી..જાણો શું કહે છે?

Ambalal Patel Rain Forecast:ગુજરાતમાં વરસાદની આગાહી કરતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આગામી 27 થી 29 જુલાઈએ ગુજરાતમાં ફરી વરસાદ થઈ શકે છે. ભારે વરસાદના કારણે નર્મદા નદીમાં પૂર આવવાની શક્યતા છે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આજે અને આવતીકાલે ઉત્તર ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે. તો મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. તેમણે કહ્યું કે, આજે અને આવતીકાલે ગીર સોમનાથ, ભાવનગર, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, બનાસકાંઠા, વડોદરા, સાવલી, કરજણ, પેટલાદ, તારાપુર, આણંદ, નડીયાદ, ખેડા, અમદાવાદમાં ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે મહેસાણા, સાંબરકાઠામાં હળવાથી ભારે વરસાદની આગાહી છે.

ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વચ્ચે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પણ સામે આવી છે. તેમણે જણાવ્યું કે, આજે અને આવતીકાલે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે.

તેમણે જણાવ્યું કે, આગામી 24 જુલાઈએ બંગાળની ખાડીમાં બીજી સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે આગામી 27થી 29 જુલાઈએ ગુજરાતમાં ફરી વરસાદ થઈ શકે છે. મુશળધાર વરસાદને પગલે નર્મદા નદીમાં પૂર આવવાની શક્યતા છે. સાથે જ સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થવાની શક્યતા છે. ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમની જળસપાટી પણ વધી શકે છે.

આ ઉપરાંત આજે દમણ, સુરત, તાપી, ડાંગ, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, નર્મદા, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગરમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.

20 જુલાઈના રોજ વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગરમાં વરસાદની આગાહી છે. 21 જુલાઈએ પાટણ, મોરબી, જામનગર, કચ્છ, બનાસકાંઠા, સારબકાંઠા, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા ભારે વરસાદની શક્યતા છે.

વરસાદની વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Table of Contents

Leave a Comment