ચંદ્રયાન-3:ભ્રમણકક્ષા પરિવર્તનની ચોથી પ્રક્રીયા સફળતાપૂર્વક પૂર્ણ,જાણો હાલ ચંદ્રયાન-3 ક્યાં પહોચ્યું

Chandrayaan-3:ભારતના બહુપ્રતીક્ષિત મિશન ચંદ્રયાન-3ની ચોથી ભ્રમણકક્ષા બદલવાની પ્રક્રિયા (અર્થ બાઉન્ડ ઓર્બિટ મેન્યુવર) ગુરુવારે સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ કહ્યું કે ચંદ્રયાન-3 તેના મિશન પર સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે. હવે 25 જુલાઈએ બપોરે 2 થી 3 વાગ્યાની વચ્ચે આગામી ફાયરિંગ કરવાની યોજના છે.

આ અગાઉ 15 જુલાઈના રોજ ચંદ્રયાન-3 સફળતાપૂર્વક પૃથ્વીની પ્રથમ કક્ષામાં પ્રવેશ્યું હતું. ત્યારબાદ, ચંદ્રયાન 17 જુલાઈએ પૃથ્વીની બીજી કક્ષામાં અને 18 જુલાઈએ પૃથ્વીની ત્રીજી ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશ્યું હતું. તે પછી ચંદ્રયાન 3 પૃથ્વીથી 51400 કિમી x 228કિમી દૂર સ્થિત પૃથ્વીની ભ્રમણકક્ષામાં હતું.

ચંદ્રયાન-3ની યાત્રા શા માટે ખાસ છે?

આ મિશન હાલ ચંદ્રની પોતાની સફર પર છે, જે ખૂબ જ ખાસ છે. અગાઉ ચંદ્રયાન-3ને ISROના ‘બાહુબલી’ રોકેટ LVM3થી મોકલવામાં આવ્યું હતું. વાસ્તવમાં, પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાંથી બહાર નીકળવા માટે બુસ્ટર અથવા શક્તિશાળી રોકેટ યાનની સાથે ઉડે છે. તમે સીધા ચંદ્ર પર જવા માંગતા હો, તો તમારે એક મોટા અને વધુ શક્તિશાળી રોકેટની જરૂર પડશે. તેને વધુ ઇંધણની પણ જરૂર પડે છે, જેની સીધી અસર પ્રોજેક્ટના બજેટ પર પડે છે. એટલે કે, જો આપણે પૃથ્વીથી સીધા ચંદ્રનું અંતર નક્કી કરીએ, તો આપણે વધુ ખર્ચ કરવો પડશે. નાસા પણ આવું જ કરે છે. પરંતુ ઈસરોનું ચંદ્ર મિશન સસ્તું છે કારણ કે તે ચંદ્રયાનને સીધું ચંદ્ર પર મોકલતું નથી.

ચંદ્રયાન-3 ક્યારે લોન્ચ થયું?

આ મિશન 14 જુલાઈના રોજ બપોરે 2:35 વાગ્યે શ્રીહરિકોટા કેન્દ્રથી ઉપડ્યું અને બધું આયોજન મુજબ બરાબર ચાલશે તો તે 23 અથવા 24 ઓગસ્ટે ચંદ્ર પર ઉતરાણ કરશે. આ મિશનને ડાર્ક સાઇડ ઓફ મૂન તરીકે ઓળખાતા ચંદ્રના ભાગમાં મોકલવામાં આવી રહ્યું છે. આ ભાગ પૃથ્વીની સામે આવતો નથી તેથી તેને ડાર્ક સાઇડ ઓફ મૂન કહેવાય છે.

આપણા મિશનને આટલો સમય કેમ લાગે છે?

પૃથ્વીથી ચંદ્રનું અંતર આમ તો માત્ર ચાર દિવસનું છે. ચોક્કસ અંતર કાપ્યા પછી ચંદ્રયાનને આગળની સફર એકલા જ પૂર્ણ કરવી પડે છે. જમ્બો રોકેટના ઉપયોગથી ચીન અને રશિયા જેવા દેશોના મિશન બે-ચાર દિવસમાં પહોંચી ગયા હતા. ચીન અને અમેરિકા આ મિશન પાછળ રૂ.1000 કરોડથી વધુનો ખર્ચ કરે છે. પરંતુ ઈસરોના રોકેટ 500-600 કરોડમાં લોન્ચ થાય છે. હકીકતે, યાનને સીધું જ ચંદ્રની કક્ષામાં લઈ જઈ શકે એવું કોઈ શક્તિશાળી રોકેટ ઈસરો પાસે નથી.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Leave a Comment