ઉનાળામાં યોગ્ય રીતે ફંક્શનલ એર કન્ડિશનર (AC) વિના કારમાં મુસાફરી કરવી એ કંટાળાજનક હોઈ શકે છે. એસી તમને તો કૂલ રાખે છે, સાથે જ ગરમીના કારણે થતી બીમારીઓ અને સમસ્યાઓથી બચવામાં પણ મદદ કરે છે. તેથી તમારી કારમાં એસી (Car AC Settings) યોગ્ય રીતે કામ કરે તે ખૂબ જરૂરી છે. અહીં અમે તમને નવ ટીપ્સ (Tips) જણાવી રહ્યા છીએ જે તમારી કારના એસીના કૂલિંગને વધારશે.
ઉનાળામાં યોગ્ય રીતે ફંક્શનલ એર કન્ડિશનર (AC) વિના કારમાં મુસાફરી કરવી એ કંટાળાજનક હોઈ શકે છે. એસી તમને તો કૂલ રાખે છે, સાથે જ ગરમીના કારણે થતી બીમારીઓ અને સમસ્યાઓથી બચવામાં પણ મદદ કરે છે. તેથી તમારી કારમાં એસી (Car AC Settings) યોગ્ય રીતે કામ કરે તે ખૂબ જરૂરી છે. અહીં અમે તમને નવ ટીપ્સ (Tips) જણાવી રહ્યા છીએ જે તમારી કારના એસીના કૂલિંગને વધારશે.
એસી ચાલુ કરતાં પહેલાં કારમાં રહેલી હિટને બહાર કાઢવી જરૂરી છે. એસી ચાલુ કરતા પહેલાં કારની બારીઓ નીચે કરીને વધારાની હિટને બહાર કરવાથી કારનું તાપમાન ઘટે છે અને એસીને કાર ઝડપથી ઠંડી કરવામાં મદદ કરે છે.કારને સૂર્યપ્રકાશ નીચે રાખવાથી અંદરનું તાપમાન વધી જાય છે. જેથી એસીની અસર ઓછી થવા લાગે છે. કારને વધુ પડતી ગરમ થતી અટકાવવા અને વધુ સારી રીતે ઠંડક આપવા માટે તમારી કારને સીધા સૂર્યપ્રકાશથી દૂર રાખો અથવા તેને છાંયડાની નીચે પાર્ક કરો.
1.એસીમાં કન્ડેન્સર આસપાસની હવામાં રહેલી વધારાની ગરમી દૂર કરીને રેફ્રિજન્ટને ફરીથી ઠંડુ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ જો તેમાં ધૂળ અને કચરો ભરાય છે, તો તે તમારી કારના એસીને અસર કરી શકે છે. તમારી કાર એસીની કૂલિંગમાં સુધારો કરવા માટે કન્ડેન્સરને સાફ રાખવું મહત્વપૂર્ણ છે.2.કારના એસીને ચાલુ કર્યા બાદ રીસર્ક્યુલેશન મોડ ચાલું કરો, જેથી એસી બહારની હવાને અંદર ન ખેંચે અને વધુ સારી રીતે ઠંડક આપે.3.કોઈ પણ એસી પરફોર્મન્સની બાબતમાં આવું બનતું હોવાથી તમારે એ સુનિશ્ચિત કરવું જોઇએ કે દરવાજાની તમામ વિન્ડો સંપૂર્ણપણે રોલ્ડ થઈ ગઈ છે. જેથી એસીની હવા કારમાં જ રહે અને કાર ઝડપથી ઠંડી થાય.4.એસીનો ઉપયોગ આખા વર્ષ દરમિયાન ઉનાળા સિવાય મોટાભાગે કરવામાં આવતો નથી અને જ્યારે ઉપયોગમાં ન હોય ત્યારે તેમાં ધૂળ જમા થઇ શકે છે. તેથી તમારી કારના એસીની નિયમિતપણે સર્વિસ કરાવવી જોઇએ
5.તમારી કારની એસી સિસ્ટમમાં ભરાયેલા એર ફિલ્ટર્સ ઠંડકની અસરકારકતાને નાંધપાત્ર રીતે ઘટાડી શકે છે. ઉપરાંત ઇંધણનો વપરાશ પણ વધી શકે છે. તેથી તમારી કારના એસી ફિલ્ટર્સને નિયમિતપણે સાફ કરવા જોઇએ.6.જો તમારી પાસે ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ ધરાવતી કાર હોય તો ઓટોમેટિક મોડમાં કારના એસીનો ઉપયોગ કરો. જેનાથી કાર વધુ સારી રીતે ઠંડી કરવા માટે ટેમ્પરેચર સેટિંગ્સ, ફેનની સ્પીડ ઓટોમેટિક જળવાઇ રહે છે. ઉપરાંત જ્યારે મહત્તમ તાપમાન થાય છે, ત્યારે ઇંધણ બચાવવા માટે તે એસી કોમ્પ્રેસરને પણ બંધ કરી દે છે.
Solar Rooftop yojna 2023: સોલાર રૂફ ટોપ યોજના 2023