મોબાઈલની જેમ થશે લાઈટનું રિચાર્જ, સરકાર દ્વારા અમલી થવા થઈ રહી છે એક નવા પ્રકારની જ વ્યવસ્થા. લોકોની સુખાકારીમાં વધારો કરવા લેવાયો છે આ નિર્ણય.
બદલાતા સમયની સાથે તમામ વ્યવસ્થાઓમાં બદલાવ આવી રહ્યો છે. ત્યારે સરકાર હવે લાઈટબીલની વર્ષોથી ચાલી આવતી પ્રથાને પણ બદલવા માંગે છે. જેને કારણે ગ્રાહકો એટલેકે, નાગરિકોને સીધો તેનો લાભ મળી શકે. કોઈપણ પ્રકારનું ચિટિંગ ન થાય. એટલું જ નહીં પણ તમારી જરૂરિયાત મુજબનો જ વીજ વપરાશ થાય અને તમને તેનું યોગ્ય મુલ્યાંકન કરવાન પણ અવસર મળે. બિલ ભરવાની માથાકુટમાંથી પણ મુક્તિ મળે. આવા અનેક આશયોને ધ્યાને રાખીને સરકાર લાવવા જઈ રહી છે પ્રિ-પેઈડ સ્માર્ટ ઈલેક્ટ્રિક મીટર. ગુજરાતમાં ડિસેમ્બર સુધીમાં આ વ્યવસ્થા અમલી બનાવવાની દિશામાં હાલ કામ થઈ રહ્યું છે.
પ્રથમ તબક્કામાં તમામ સરકારી વિભાગો, કચેરીઓ, બોર્ડ-નિગમો, સ્વાયત્ત સંસ્થાઓમાં પ્રિ-પેઈડ ઈલેક્ટ્રિક મીટ૨ લગાવાશે, સૌરાષ્ટ્રથી શરૂઆત થવાની સંભાવના છે. સંભવતઃ રાજ્યના રાજકોટ શહેરથી આની શરૂઆત થઈ શકે છે.
ગુજરાતમાં આ યોજનાને અમલમાં મૂકવા માટેની તમામ તૈયારીઓ પૂરી કરી દેવાઈ છે. જેને ડિસેમ્બર-૨૦૨૩ સુધીમાં લગભગ પૂરી કરી દેવાશે.ગુજરાતમાં આ યોજનાના અમલ બાદ, વીજ-વપરાશ માટેના માસિક કે બે માસિક બીલ નહીં આવે પણ, દરકે વીજ- ગ્રાહકે હાલ તેમના પ્રિ-પેઈડ મોબાઈલ ફોન રિચાર્જ કરાવે છે અને મોબાઈલ ફોનનો ચાર્જંગ પૂરું થઈ ગયા બાદ મોબાઈલ ફોન બંધ થઈ જાય છે. તે રીતે જ હવેથી આ નવા પ્રિપેઇડ સ્માર્ટ ઈલેક્ટ્રિક મીટર લગાવાયા બાદ દરેક વીજ-ચાહકોએ તેમના વીજ મીટર રિચાર્જ કરાવવા પડશે,રિચાર્જ પૂરો થાય કે ફરીથી રિચાર્જ કરાવવો પડશે. એક જાણકારી મુજબ વીજ વિતરણ કંપની (ડિસકોન-DISCOM)એ ગુજરાતમાં પ્રિ-પેઇડ સ્માર્ટ ઈલેકટ્રીક મોટર લગાવવા માટેનો એક માસ્ટર પ્લાન તૈયાર કરીને ભારત સરકારને સોંપી દીધો છે.
ભારતસરકારે વીજળીમાંથી થતી ચોરી, વીજ વિતરણ વખતે થતું વીજ-પ્રવહન નુકસાનને કારણે વીજ કંપનીઓને થતાં આર્થિક નુકસાનને રોકવા માટે આખા દેશમાં રિલેમ્પડ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમ (RDS)અમલમાં મૂકી છે, જેના અંતર્ગત દેશના તમામ રાજ્યોમાં રહેણાક તેમજ કોમર્શિયલ હેતુ માટે પ્રિ-પેઈડ વીજ મીટરને લગાવવામાં આવશે.
ભારત સરકારના આયોજન મુજબ, ભાગ-A હેઠળ, સમગ્ર દેશમાં લગભગ 25 કરોડ સ્માર્ટ મીટર લગાવવાનું વિચરાયું છે. ગુજરાત સરકારે પણ તેને લીલીઝડી આપી દીધી છે. ૧૦,૪૪૩ કરોડનો ખર્ચ અંદાજાયો છે.હાલ, ડિસ્કોમ દ્વારા મંજૂર સ્માર્ટ મીટરીંગના કામોની ટેન્ડરીંગ અને એવોર્ડની પ્રક્રિયા શરુ કરી દેવાઈ છે. ગુજરાતની ચારેય વીજ કંપનીઓના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારોમાં કુલ ૧,૬૪,૮૧,૮૭૧ જેટલા પ્રિ-પેઈડ સ્માર્ટ ઈલેક્ટ્રિક મીટર લગાવાશે. જેની પાછળ અંદાજે 10,443 કરોડનો ખર્ચ કરવામાં આવશે.