મોટોરોલા કંપનીના કર્મચારી માર્ટીન કુપરે વર્ષ 1973માં પહેલો મોબાઈલ ફોન બનાવ્યો હતો. આ મોબાઇલ નુ વજન બે કિલો જેટલું હતું. માર્ટીન કૂપરે તે સમયે કદાચ વિચાર્યું પણ નહીં હોય કે ભવિષ્યમાં આ ઉપકરણ આટલું વેચાશે કે તેની સંખ્યા માણસો વસ્તી કરતા પણ વધી જશે
યુનાઈટેડ નેશન્સ સાથે સંકળાયેલા ઇન્ટરનેશનલ કોમ્યુનિકેશન યુનિયન અનુસાર, વિશ્વ મા માનવ વસ્તી કરતા મોબાઈલ ફોન વધારે છે. તેનો અકડો દર્શાવે છે કે વર્ષ 2022ના અત સુધીમાં વિશ્વભરમાં 8.59 અજબ મોબાઈલ ફોન હતા.
યુનાઈટેડ નેશન્સ અનુસાર, વર્ષ 2022 સુધીમાં વિશ્વ ની વસ્તી 7.95 અજબ હતી. એટલે કે આ દુનિયામાં માણસો કરતાં તો વધારે મોબાઈલ ફોન છે.ITU અનુસાર, વિશ્વમા દર 100 વ્યક્તિએ 110 મોબાઈલ ફોન છે. એનો મતલબ એવો કે ધણા લોકો એવા છે જેની પાસે એક કરતા વધારે મોબાઈલ ફોન છે.
1947મા નોકિયાની માલિકીની અમેરિકન કંપની બેલલેબ્સે ફોન બનાવ્યો હતો. તે વાયરલલેસ ફોન હતો. તેનું વજન 36 કિલો હતું અને તેને કાર મા ફીટ કરી શકાય છે. તેનું નામ ઇયર ફોન રાખવામાં આવ્યું હતું. વર્ષ 1973 મા મોટોરોલા કંપનીના કર્મચારી માર્ટીન કુપર અને તેમની ટીમે પહેલો ફોન બનાવ્યો હતો. તેનું વજન બે કિલો જેટલું હતું.
શું તમે લોન ચુકવવામાં અસમર્થ છો? જાણો 5 અધિકારો અને મુશ્કેલીઓથી બચવાની રીતો
3 એપ્રિલ 1973ના રોજ, માર્ટીન કૂપર ન્યુયોર્ક ની શેરીમાં ઉભેલા, ન્યુ જર્સીમાં બેલ લેબ્સનુ મુખ્ય મથક કહેવાય છે. આ વિશ્વનો પ્રથમ મોબાઈલ કૉલ હતો. જે ઉપકરણ પરથી પ્રથમ કૉલ કરવામા આવ્યો હતો તેનું નામ DYNATAC 800XI હતું, તેને સામાન્ય લોકો સુધી પહોંચતા 10 વર્ષ લાગ્યા હતા.
1983માં DYNATAC નામનું પ્રથમ ઉપકરણ બજારમાં આવ્યું હતું. તેનું વજન 790 ગ્રામ હતું. તેને ફૂલ ચાર્જ થવામાં 10 કલાક જેટલો સમય લાગતો હતો. અને તે પછી માત્ર 35 મિનિટનો ટોકટાઇમ મળતો હતો. તે સમયે તેની કીમત $3,390 હતો. જે આજે 3.28 લાખ રૂપિયાની બરાબર થાય છે. પ્રથમ મોબાઈલ ફોન મોટોરોલા કંપની દ્વારા બનાવામાં આવ્યો હતો. પણ નોકિયાએ બજાર પર રાજ કર્યું હતું. નોકિયાએ જે ફોન લોન્ચ કર્યો હતો તેને લોકો દ્વારા ખુબ પસંદ કરવામા આવ્યો હતો. જો કે એન્ડ્રોઇડ આવ્યા પછી નોકિયનું વર્ચસ્વ ધટી ગયું.
વર્ષ 2026 સુધીમાં વિશ્વમા સ્માર્ટફોન યુઝર્સની સંખ્યા 7.51અજબ થી વધુ થવાની ધારણા છે.2025 સુધીમાં 72% ઇન્ટરનેટ યુઝર્સ સ્માર્ટફોન દ્વારા જ ઇન્ટરનેટનો ઉપયોગ કરશે
વિશ્વમાં 4.81અજબ લોકો એવા છે. જેમની પાસે પોતાનો મોબાઇલ ફોન છે. ત્યાં 5.28 અજબથી વધુની વસ્તી છે જે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. વિશ્વની 82 ટકા શહેરી અને 46 ટકા ગ્રામીણ વસ્તી ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. વિશ્વની 63 ટકા મહિલાઓ અને 70 ટકા પુરુષો ઇનેરનેટ ચલાવે છે.15 થી 24 વર્ષની વયજૂથની 75 ટકા વસ્તી ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે.