બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાનાં નિવેદનોને કારણે મોટાભાગે ચર્ચાનો વિષય બનતા હોય છે. હાલમાં જ એક પ્રવચન દરમિયાન બાબા બાગેશ્વરની વિવાદસ્પદ ટિપ્પણીને લીધે મહિલાઓ સહિત જનતા રોષે ભરાયા હતાં. તેમણે કહ્યું કે માની લો કે, ‘માંગમાં સિંદૂર ન ભરેલ હોય અને , ગળામાં મંગળસૂત્ર ન પહેરેલ હોય તો આપણે લોકો શું સમજીએ કે ભાઈ આ પ્લોટ હજુ પણ ખાલી છે.’
આ વીડિયોમાં બાબા બાગેશ્વર આગળ કહે છે કે, ‘…અને જો માંગમાં સિંદૂર ભરેલ હોય, ગળામાં મંગળસૂત્ર લટકતું હોય તો આપણે લોકો દૂરથી જ જોઈને સમજી જાઈએ છીએ કે રજિસ્ટ્રી થઈ ચૂકી છે.’ બાબાની આ ટિપ્પણી સાંભળીને ટ્વીટર યૂઝર સુજાતા લખે છે કે અમને પણ જાણવું છે કે કયાં-ક્યાં પ્લોટ ખાલી છે. પહેરો તમે પણ મંગળસૂત્ર અને ભરો માંગ. એક કાયરને બાબા બનાવી દેવામાં આવ્યું છે. શરમ આવે છે કે કેવા સમાજમાં અમે મહિલાઓ રહીએ છીએ. ખરેખર ભાગ્યહીન છીએ.’
તેમની આ વિવાદસ્પદ ટિપ્પણી બાદ અનેક લોકો ટ્વિટર પર બાબાનાં આ વીડિયોની સાથે લખી રહ્યાં છે કે આવી વાતો કરનારા સંત કે કથાવાચક ન હોઈ શકે. અનેક મહિલાઓએ બાબાનું આ નિવેદન સાંભળ્યાં બાદ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે
વીડિયોમાં એક ભાગમાં બાબા કહે છે કે , ‘ ડોગ 2 પ્રકારનાં હોય છે. એક હોય છે પાલતૂ અને બીજો હોય છે ફાલતૂ. પાલતૂનાં ગળામાં પટ્ટો હોય છે તેવી જ રીતે જે રામજીનાં પાલતૂ હોય છે તેના ગળામાં કંઠીમાળા હોય છે.’
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |