સોશિયલ મીડિયામાં ( Social media )અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે હાલમાં જ એક ખૂબ જ રમુજી અને હાસ્યપ્રદ વીડિયો સામે આવ્યો છે આ વિડીયો એક લગ્ન પ્રસંગનો છે અને આ વીડિયો જોઈને તમે ચોક્કસ કહેશો કે આ તો ખરેખર લોકો નવું લઈને આવ્યા છે અને હાલમાં પણ તમે જાણો છો કે હવે તો લોકો લગ્ન પ્રસંગને (Marriage) ખૂબ જ યાદગાર બનાવવા માટે કંઈક ને કંઈક નવા નુસ્ખાઓ ટ્રાય કરે છે.
ગુજરાતમાં લગ્ન પ્રસંગ એ ખૂબ જ ધામધૂમતી ઉજવાતો પ્રસંગ છે આ પ્રસંગને ખૂબ જ સાદગી અને સાથોસાથ ગામ ધુમતી ઉજવવામાં આવે છે પરંતુ આ લગ્ન પ્રસંગ યાદગાર બને છે માત્ર ને માત્ર સ્નેહીજનોની હાજરી દ્વારા. આપણે જાણીએ છીએ કે લગ્ન પ્રસંગમાં જો કોઈ એક વ્યક્તિ પણ રિસાઈને બેસી ગયું હોય તો એ લગ્નની રોનક આવતી નથી. હવે તો સૌ યુવાનો પણ લગ્ન પ્રસંગે યાદગાર બનાવે છે.
આપણે જાણીએ છીએ કે સોશિયલ મીડિયામાં થોડા સમય પહેલા એક વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયો એક લગ્ન પ્રસંગ હતો તેમાં વરરાજાના ભાઈ બહેનો ખૂબ જ મજાક મસ્તી કરી રહ્યા હતા અને તેઓ તેમના ભાઈને કહી રહ્યા હતા કે ” ભાઈ મારો હાથમાંથી જાય છે ” આ જ વાતને ફરી એકવાર નવી રીતે બોલાવમાં આવી છે અને આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં જોઈ શકશો કે, વરરાજાને તેની સાસુ પોંખી રહ્યા છે, આ દરમિયાન જ સૌ કન્યાપક્ષની બહેનો ઓ પાછળથી બોલે છે કે, ” એલી વેવાણ તારો છોકરો હાથમાંથી જાય છે, લગ્ન પછી ડોરા બતાવે તો કેતા નય, લગ્ન પછી કપડાં સૂકવવા પડે તો કેતા નય, લગ્ન પછી વાહો ખખડે તો કેતા નય, એલી વેવાણ તારો છોકરો હાથમાંથી જાય છે.” ખરેખર આ વીડિયો ખૂબ જ રમુજી છે અને લોકોને પસંદ આવી રહ્યો છે. જે રીતે પહેલાં લગ્નમાં ફટાણા ગવાતા હવે એને બદલે યુવા પેઢી આવુ નવું લઈને આવ્યા છે.
View this post on Instagram