કુંભાર,વણકર,સુથાર,ગાયક બનશે કોલેજમાં ‘પ્રોફેસર’,UGC એ જારી કરી ગાઇડલાઈન

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને નવી શિક્ષણ નીતિ 2020 હેઠળ કલાકારો અને કારીગરોને કોલેજમાં ભણાવવાની તક આપી છે

ભારતની નવી શિક્ષણ નીતિ 2020 હેઠળ કલાકારો અને કારીગરોને કોલેજમાં ભણાવવાની તક આપવામાં આવશે. માટીકામથી માંડીને વાસની કળા, શેરડીનું મકાન,લાકડાનુ કામ, કાપડ અને છાપકામ, ચરખા વણાટ, રંગકામ ઓર્ગેનિક વસ્ત્રો, હાથથી ભરતકામ, કાર્પેટ બનાવતી, ગાયકો, નૃત્યાંગનાઓ પણ કોલેજમાં પ્રોફેસર બની શકશે. યુજીસીએ સત્તાવાર નોટિસ જારી કરીને આ અગે માહીતી આપી છે. નવી શિક્ષણ નીતિ ઉચ્ચ શિક્ષણ અને કલા વચ્ચે અંતરને દૂર કરવા પર ધ્યાન કન્દ્રિત કરાયું છે

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) દ્વારા તૈયાર કરવામાં આવેલા ડ્રાફ્ટ મુજબ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રોફેસર તરીકે કલાકારો અને કારીગરોની નિમણૂક કરવામાં આવશે. તેઓ કોલેજોમાં વર્ગો લેશે પરંતુ નિયમિત રહેશે નહીં. તેઓ વ્યાખ્યાનો, વર્કશોપ, પ્રેક્ટિકલ્સ અને તાલીમ લેશે. કોલેજની પસંદગી સમિતિ વિવિધ પાત્રતાના માપદંડને પૂર્ણ કર્યા પછી અને પસંદગી કર્યા પછી ત્રણ વર્ષ માટે તેમની નિમણૂક કરશે.

આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય, કેન્દ્ર કે રાજ્ય સરકારના એવોર્ડ તથા પોતપોતાના ક્ષેત્રમાં ઓછામાં ઓછો પાંચ વર્ષનો અનુભવ ધરાવતા કલાકારો અને કારીગરોને કોલેજમાં ભણાવવાની તક આપવામાં આવશે. આર્ટ, ક્રાફ્ટ, ડાન્સ, મ્યુઝિક, ફાઇન આર્ટ્સ સહિત અનેક ક્ષેત્રના નિષ્ણાતો અરજી કરી શકશે. આ પહેલથી સ્થાનિક કલાકારો અને કારીગરોને આગળ વધવાની તક મળશે. 

પ્રથમ સ્તર:આ કલાકારો અને કારીગરો હશે. તેમની પાસે ઓછામાં ઓછો પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ અને આંતરરાષ્ટ્રીય અથવા રાષ્ટ્રીય સ્તરે પુરસ્કારો પ્રાપ્ત થયા હોવા જોઈએ.

બીજું સ્તર: પરમ ગુરુ અપવાદરૂપ કલાકાર અને કારીગરને પરમ ગુરુ કક્ષાએ મૂકવામાં આવશે. આમાં ઓછામાં ઓછો 10 વર્ષનો અનુભવ હોવો જોઈએ અને તમારા કાર્યને કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા પ્રશંસાના પ્રતીક રૂપે એનાયત થવું જોઈએ

ત્રીજું સ્તર: આ બધા જાણીતા કલાકારો અને કારીગરો હશે. આ કેટેગરીમાં, સંબંધિત ક્ષેત્રમાં ઓછામાં ઓછા 20 વર્ષનો અનુભવ હોવો જરૂરી રહેશે.

ત્રણેય સ્તરે વયમર્યાદા રહેશે નહીં. કોઈપણ વય જૂથના પાત્ર ઉમેદવારો અરજી કરી શકશે.

Table of Contents

Leave a Comment