અંતરીક્ષ માંથી જોવા મળ્યું વાવાઝોડાનું વિકરાળ રૂપ, અંતરીક્ષ યાત્રિએ 400 કિમી ઉપરથી બનાવ્યો વીડિયો

અંતરીક્ષ માંથી જોવા મળ્યું વાવાઝોડાનું વિકરાળ રૂપ:-અરબી સમુદ્રમાં ઉદ્દભવેલું વાવાઝોડું બિપોરજોઈ સાયક્લોનક ગુજરાત પર ત્રાટકવાનું છે.15 જૂને સાંજે સુધીમાં જખૌની નજીક માંડવી અને પાકિસ્તાનનાં કરાચી વચ્ચે આ વાવાઝોડું લેન્ડફોલ કરવાનું છે.આ વાવાઝોડાનો અંતરીક્ષ માંથી લેવાયેલો વિડિયો સોશિયલ મીડિયામાં પર વાઇરલ થઇ રહ્યો છે.

અહી વીજળી પડવાની છે તમારે આ વિસ્તારમાં ના રહેવું જોઈએ એવું જણાવશે,આ વિસ્તારમાં આટલા ઝડપે પવન ફૂંકાશે એવું જણાવશે આ એપ, ડાઉનલોડ કરવા ક્લિક કરો

આ બિપોરજોય વાવાઝોડાની સૌથી વધુ અસર કચ્છ,મોરબી તેમજ જામનગરમાં જોવા મળશે.જખૌ બંદરની નજીક વાવાઝોડું 15 જૂને ટકરાશે. વાવાઝોડું જયારે ટકરાશે ત્યારે પવનની ગતી 125-150 km/h ની ઝડપ રહેવાની સંભાવના છે. તેમજ અમદાવાદમાં આવતીકાલે વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની આગાહિ કરવામા આવી છે.કચ્છ, જામનગર,મોરબી દ્વારકા, રાજકોટમાં વધુ સાવચેતી રાખવા તંત્ર તરફથી સૂચના આપવામાં આવી છે.લાંબા સમય સુધી આ વાવાઝોડાની અસર રહેવાની છે.દ્વારકામાં,ઓખા, રાજકોટ,જૂનાગઢમાં ભારે વરસાદ આજે પડયો હતો.

આ બાબતે હવામાન વિભાગનાં ઈન્ચાર્જ ડાયરેક્ટર મનોરમાં મોહંતીએ વધુમાં જણાવ્યું હતું કે,ગુજરાતમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહિ કરવામા આવી છે.તેમજ સૌરાષ્ટ્ર,કચ્છ મા પણ ભારે વરસાદ પડવાની સંભાવનાં છે. ત્યારે હાલ વાવાઝોડું જખૌ બંદરેથી 260 કિલોમીટર જેટલુ દૂર છે.જ્યારે દ્વારકાથી 290 કિમોમીટર જેટલુ દુર છે.ત્યારે કાલે|વાવાઝોડું જખૌ બંદરેથી પસાર થશે.આગામી 24 કલાકમાં દ્વારકામાં ભારે થી અતિભારે વરસાદ પડવાની સંભાવનાં છે.તેમજ કચ્છ,મોરબી, જામનગર સહિતનાં વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહિ કરવામા આવી છે.

સોશિયલ મીડિયા પર વાઈરલ થતો વિડિયો

આવા બીજા વિડિયો જોવા માટે ક્લિક કરો

Leave a Comment