10 અને 12 મેના રોજ અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.10 અને 11 તારીખે 43 ડીગ્રી તાપમાન નોંધવાની શક્યતા છે. જે આ વર્ષની અત્યાર સુઘી સૌથી વધુ ગરમી હશે.
ગુજરાતમાં ગરમીનો પરો વધી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગરમીને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે 10 અને 11 તારીખે 43 ડીગ્રી તાપમાન નોંધવાની શક્યતા છે. જે આ વર્ષની અત્યાર સુધીની સૌથી વધુ ગરમી હશે. ત્યારે વધતી ગરમી વચ્ચે હવામાનને લગતા ઓરેન્જ એલર્ટ, રેડ એલર્ટ વગેરે જેવા શબ્દો વાચવા કે સાભળવા મળશે. આ વિવિઘ કલર કોર્ડ કે એલર્ટ શું સૂચવે છે તે જાણો છો.
હવામાન ખાતા દ્વારા ઠંડી, ગરમી અને વરસાદની સીઝનમાં વિવિઘ પ્રકારના એલર્ટ જાહેર કરવામાં આવે છે. જેમાં ગ્રીન , યલો અને ઓરેન્જ અને રેડ એલર્ટ હોય છે. લોકોને સાવચેત કરવા માટે થઈને આ એલર્ટ આપવામાં આવે છે. આ કલર એલર્ટને આધારે લોકોને હવામાનની સ્થિતિ કેવી રહેશે તે જાણવા મળે છે અને આવનારા જોખમ સામે સાવચેત રહેવા માટેની તૈયારી કરવાનો સમય મળે છે.
ભારતમાં ખાસ કરીને ગરમી અને વરસાદની મોસમમાં આ પ્રકારના એલર્ટ જાહેર કરવામાં આવે છે, કારણ કે ઠંડીથી વધારે ગરમી અને વરસાદ આપણને બેહાલ કરી નાખે છે. તો વિવિઘ કલરના એલર્ટ શું સૂચવે છે તે અમે તમને જણાવીશું
ઉનાળામાં વિવિધ કલરના એલર્ટ હીટવેવની સ્થિતિને આધારે અપાય છે. ઉનાળામાં ભારતમાં ઘણી જગ્યાએ તાપમાન 45 ડિગ્રી કે તેથી પણ વધારે પહોંચી જાય છે. જો તાપમાન 45 ડિગ્રી હોય તો તેને હીટવેવ કહે છે અને તેનાથી પણ વધારે હોય તો તેને ગંભીર હીટવેવ કહે છે. સામાન્ય રીતે હીટવેવ ભારતના વિવિધ ભાગોમાં માર્ચથી જૂનની વચ્ચે આવે છે અને ક્યારેક તે જુલાઈ સુધી પણ ચાલી શકે છે.
યલો એલર્ટની પરિસ્થિતિ ઉનાળામાં ત્યારે આવે છે જ્યારે હિતવેવ 2 દીવસ માટે વિવિઘ વિસ્તારોમાં રહે છે, પરતું તાપમાન નિયંત્રણમા રહે છે. યેલો એલર્ટ એટલે કે શહેરમા 41.1 થી 43 ડીગ્રી તાપમાન રહેવાની સંભાવના હોય છે. હિતવેવને અમુક લોકો સહન કરી લે છે, પરતું બાળકો,વૃદ્ધો કે બીમાર લોકો માટે તે સમસ્યારૂપ બની શકે છે.
ઓરેન્જ એલર્ટનો અર્થ થાય છે, હવે “હવે સતર્ક રહો”ઓરેન્જ એલર્ટમાં 43.1 થી 45 ડીગ્રી તાપમાન રહેવાની સંભાવના હોય છે. આ પરિસ્થિતિ ત્યારે આવે છે. જ્યારે હિટવેવ બે દિવસથી વધારે ચાલે છે. ઓરેન્જ એલર્ટમા ખાસ કરીને બોપોરના સમયે ઘરબહાર તથા કામ વગર બહાર નીકળવાનું ટાળવું જોઈએ
રેડ એલર્ટ ઉનાળાની રેડ એલર્ટની પરિસ્થિતિ ત્યારે આવે છે જ્યારે હિતવેવ છ દિવસથી વધારે રહે.45 ડીગ્રી કે તેથી વધુ ડીગ્રી તાપમાન રહેવાની સંભાવના હોય છે. ત્યારે રેડ એલર્ટ આપવામાં આવે છે. આવી સ્થિતિમા હિટ સ્ટ્રોક અને અન્ય બીમારી થઇ શકે છે. તેથી આવા સમયમાં ખૂબ જ પાણી પીવું જોઈએ અને કોઈ પણ રીતે ગરમી કે સીધા તડકાથી બચવું જોઈએ.
Motivational Story In Hindi | प्रेरणादायक कहानियां : बच्चे कहानी सुनना और पढ़ना बहोत अच्छा लगता है। नैतिक कहानियां, डरावनी नी कहानियां, बच्चों के लिए मज़ेदार कहानियाँ, सुपर हीरो की कहानियां, रात को सोने से पहले सुननेवाली कहानियां, छोटे बच्चो की कहानियां ओर भी कई तरह की कहानियां होती है। जो बच्चो को अच्छी लगती है।