માચો વાવાઝોડું ગુજરાતમાં વરસાદ લાવશે કે ગરમી વધારશે? શું કહે છે હવામાન વિભાગ?

રાજ્યમાં કાળજાળ ગરમીનો અનુભવાઈ રહી છે. ત્યારે હવામાન વિભાગ ગરમીને લઈને નવી આગાહી સામે આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહતીએ રાજ્યમા ગરમીની સ્થિતિ અને આવનારા સમયમાં પારો કેટલા ડીગ્રી સુધી ઉચકાસે તેને લઈને માહીતી આપી છે. તેમના જણાવ્યા અનુસાર , આગાહી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધારે રહેશે. સાથે જ તેમણે રાજ્યમાં ક્યારે યલો અને ઓરેન્જ અલર્ટ રહેશે તથા મોચા વાવાઝોડાથી શું અસર થવાની છે તેની પણ માહીતી આપી છે

મોચા વાવાઝોડાની ગુજરાત પર અસર વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે , હાલ વાવાઝોડાની કોઈ પણ અસર ગુજરાત પર નથી . હાલ પૂરતું વાતાવરણ સૂકું રહેવાની પ્રબળ સભાવના છે. સાથે વરસાદ ન થવાની પણ સંભાવના છે.

સૌપ્રથમ ગુજરાતમાં ગરમીની વાત કરતા હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમાં મોહંતીએ જણાવ્યું કે, થોડા કેટલાક સમયથી વરસાદ અને વાદળછાયું વાતાવરણ રહેવાથી રાજ્યમાં તાપમાન ઓછું રહ્યું હતું. પરતું હવે વાદળ વિખરાઈ રહ્યા છે. માત્ર અમુક જગ્યાએ એકાદ અઠવાડિયા સુધી વાદળ રહેશે. તેથી તાપમાન વધવાની શક્યતા છે.

મોચા વાવાઝોડને લીધે ભેજ વધે અને ગરમીમાં વધારો થાય? તેના વિશે મનોરમા મોહંતીએ જણાવ્યું કે, હાલ તેની અસર પશ્ચિમ બંગાળ પર છે. જોકે, બની શકે કે તેની અસરને લીધે બે-ત્રણ ડિગ્રી તાપમાન વધી શકે છે. અત્યાર સુધી ગરમી કરતાં આપણું સામાન્ય તાપમાન નીચું જ રહ્યું છે. સામાન્ય રીતે મે મહિનામાં ગુજરાતનું તાપમાન ઉંચું જતું જ હોય છે.

બીજી બાજુ, રાજ્યના અન્ય વિસ્તારમાં હિટવેવની આગાહીની વાત કરતાં, તેમણે કહ્યું કે રાજ્યના અન્ય વિસ્તારોમાં હિટવેટના માપદંડો જણાતા નથી. હજુ પણ સમગ્ર ગુજરાતમાં તાપમાન નીચું છે. હાલ સૌથી વધુ તાપમાન 41.8 ડિગ્રી સામે આવ્યું છે. ઘણી જગ્યાઓએ 40 ડિગ્રીની નીચે તાપમાન નોંધાઇ રહ્યું છે.

અમદાવાદમાં આકાશી અગન ગોળા વરસી શકે છે. હવામાન વિભાગની અમદાવાદ માટે મોટી આગાહી કરી છે. અમદાવાસીઓ, ઘરેથી નીકળો તો ખાસ ધ્યાન રાખજો. અમદાવાદવાસીઓ 12 સુધી ખુબ જ સંભાળજો. અમદાવાદમાં આજે અને કાલે બે દિવસ યલો એલર્ટ રહેશે. અમદાવાદમાં 10, 12 મેએ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદમાં 12મીએ ફરી યલો એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર જઈ શકે છે.

Story In Hindi | Hindi Story | प्रेरणादायक हिंदी कहानिया

1. Moral Stories In Hindi For Class 5 | Top 10+ Class 5 Short Moral Stories In Hindi
2. Funny Stories For Kids In Hindi | Hindi Story For Kids
3. Baccho Ki Kahaniya In Hindi | बच्चों की कहानियां
4. Top 10 Moral Stories in Hindi | 10 नैतिक कहानियाँ हिंदी में
5. Baccho Ki Kahaniya In Hindi | बच्चों की कहानियां
6. Bedtime Stories For Kids In Hindi | लोकप्रिय शिक्षाप्रद बेडटाइम स्टोरी
7. Short Motivational Story In Hindi | प्रेरणादायक कहानियां

Leave a Comment