હવામાન વિભાગે કરી મોટી આગાહી:આગામી પાંચ દિવસ રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. હાલ અરબ સાગરમાં સર્ક્યુલેશન અને ઓફશોર ટ્રફ એક્ટિવ હોવાના કારણે ભારે વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
અરબ સાગરમાં સર્ક્યુલેશન અને ઓફશોર ટ્રફ એક્ટિવ હોવાના કારણે ભારે વરસાદ
હવામાન વિભાગના જનાવ્યા મુજબ જોઇએ તો આજે વધુ વરસાદ પડવાની શક્યતાઓ સેવાઇ રહી છે ગુજરાત રાજ્યના ગના બધા વિસ્તારોમાં આજે સારા એવા પ્રમાણમાં વરસાદ નોધાયો છે હજુ પન વરસાદની આગાહી ૫ દિવસ સુધી રહેવની પુરે પુરી સંંમબાવના રહેલી છે
વરસાદને લઇને એલર્ટ આપવામાં આવ્યું
હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત અને સૌરાટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ રહેશે. દરેક જગ્યાએ રાજ્ય સરકાર, માછીમારોને તમામ જગ્યાએ એલર્ટ માટે સૂચના આપવામાં આવી છે. હાલમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આવતીકાલ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે.
ગુજરાતમાં વરસાદની આગાહી
અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ વરસાદને લઈને જણાવ્યું છે કે, રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી છે. આ 5 દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. તેમણે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં સર્ક્યુલેશનના કારણે વરસાદની શક્યતા છે.
વરસાદનો બીજો રાઉન્ડ
વરસાદ વિરામ બાદ બીજા રાઉન્ડમાં પણ ગુજરાતને સારો વરસાદ મળશે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 5 દિવસ એટલે 6 જુલાઇથી 10 જુલાઇ સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે અને સારો વરસાદ પડી શકે છે. આગામી પાંચ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન છે. અમદાવાદ શહેરમાં પણ આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદનો અનુમાન છે.