લોકોને સવારે પેટ સાફ ના થવાની સમસ્યા હોય છે. પેટ સાફ ના થવાના અનેક કારણ હોઈ શકે છે, પરંતુ તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. અપનાવો આ ઉપાય.
કબજિયાતથી છુટકારો મેળવવા માટે અંજીરને ફાયદાકારક માનવામાં આવે છે. અંજીર રસીલુ ફળ ગણવામાં આવે છે અને તેમાં કરકરા બીજ હોય છે.
અંજીરમાં વિટામીન એ, બી, ફોસ્ફરસ, કેલ્શિયમ, આયર્ન અને પોટેશિયમ જેવા મિનરલ્સ રહેલા હોય છે.
અંજીરને પલાળીને તેનું સેવન કરવામાં આવે તો તેને કબજિયાત માટે સર્વશ્રેષ્ઠ ઘરેલુ ઉપાય માનવામાં આવે છે.
અંજીરમાં ભરપૂર માત્રામાં ફાઈબર રહેલું હોય છે, જે કબજિયાત માટે કારગર ઉપાય છે. અંજીરનું સેવન કરવાથી મળ નરમ થાય છે અને સરળતાથી પેટમાંથી બહાર નીકળી જાય છે.
અંજીરનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ તથા કોલસ્ટ્રોલ નિયંત્રિત રહે છે.
સૂકા અંજીરમાં ભરપૂર માત્રામાં ફાઈબર અને બી6 હોય છે, જેનાથી બાઉલ મૂવમેન્ટ યોગ્ય પ્રકારે થાય છે.