Havaman Samachar Gujarat : હવામાન સમાચાર : નમસ્કાર મિત્રો, વર્તમાન સમયમાં ગુજરાત અને અન્ય રાજ્યોમાં ઉનાળાની ઋતુ ચાલી રહી છે. તેમજ અસહ્ય ગરમી પડી રહી છે તેમજ આવી ગરમીની વચ્ચે ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ગુજરાતમાં તારીખ 26 મે 2023 થી વાદળ છાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તેમજ અમુક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પણ જોવા મળી રહ્યા છે. આ બધા વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાત ઉપર ફરી એક વરસાદી વાવાઝોડાની આગાહી કરી છે. ચાલો જાણીએ આ આગાહી વિશે વિગતવાર.
Havaman Samachar Gujarat 2023
Havaman Samachar વિષે અંબાલાલ પટેલ વધુમાં જણાવે છે કે તારીખ 15 જૂન પહેલા ગુજરાતમાં દરિયામાં તોફાન સર્જાઈ શકે છે તેમજ તારીખ 8 તથા 9 જૂન આજુબાજુ દરિયો વધુ તોફાની બની શકે છે અને ભારે પવન ફૂંકાવાની આશંકા સાથે વરસાદ છે. વધુમાં તેમણે જણાવ્યું કે તારીખ 22,23 અને 24 જૂનની આજુબાજુ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે જ્યારે 4,5 અને 6 જૂનના રોજ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં ચોમાસુ કેવું રહેશે?
મિત્રો, અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં તારીખ 15 થી 30 જૂન વચ્ચે ચોમાસુ શરૂ થઈ જશે. તેમજ તારીખ 22 મી જૂન નજીક કાયદેસર ચોમાસાનો ગુજરાતમાં આગમન થશે. આ વર્ષે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત અને અંત સરળ રહેશે. જ્યારે ચોમસના મધ્ય ભાગમાં થોડી તકલીફ સર્જાઈ શકે છે. હાલ તો વાદળછાયું વાતાવરણ સર્જલ રહેશે અને નિયત સમયે ચોમાસુ બેસે એવું અનુમાન છે. જ્યારે મે મહિનાના અંતમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાં થશે એવું જણાવાયું છે.
હવામાન સમચાર વિગત
ગુજરાતના નાગરિકોને જણાવવાનું કે રાજ્યમાં ચોમાસાને લઈને અંબાલાલ પટેલ દ્વારા વરસાદી આગાહી કરવામાં આવી છે. તેઓ આગાહી કરતા જણાવે છે કે ગુજરાતમાં ચોમાસુ અંદામાન નિકોબાર થી આગળ વધી શકે છે તથા અંદામાન માં સ્થિર થયેલી ચોમાસુ પહેલી જૂને કેરળમાં પ્રવેશ કરી શકે છે. ચોમાસાની શરૂઆત ક્યારે થશે તેની માહિતી નીચે મુજબ છે.
- હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ની ગુજરાત ઉપર મોટી આગાહી
- ગુજરાતમાં તારીખ 10 જૂન સુધી વરસાદનો ખતરો
- પશ્ચિમ ભારતના મોટા ભાગો માં માવઠું થઈ શકે છે
- અરબ સાગરમાં ચક્રવાત સર્જાઈ શકે છે
- ગુજરાત અને કચ્છ માં ફરી પવન ફુંકાવાની શક્યતા છે
- તારીખ 2 જૂન એ દરિયાકિનારે ભારે પવન ફૂંકાઇ શકે છે
- તારીખ 4 અને 5 જૂને પવન સાથે વંટોળ ની શક્યતા છે
- તારીખ 7 અને 8 જૂને દરિયામાં પવનનો ફેર બદલાવ થશે
- તારીખ 14 જૂનથી ચોમાસાની ગતિવિધિ જણાશે
ગુજરાતના ચોમાસા વિશેમાહીતી માટે | અહીં ક્લિક કરો |