ધોરણ 12 નુ રિઝલ્ટ 2023: માર્ચ -2023 માં યોજાયેલી માધ્યમિક શાળાત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 12 HSC પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર તા:-31/05/2023 નાં રોજ સવારના 8:00 કલાકે જાહેર કરવામાં આવશે
31 મેના રોજ સવારે 8 વાગ્યે જાહેર થશે પરિણામ
ગુજરાતમાં માર્ચ મહિનામાં ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ લેવાઈ ગઈ હતી ત્યારે હવે ગુજરાતમાં આ પરીક્ષાર્થીઓ પોતાના પરીણામની રાહ જોઈને બેઠા છે. ત્યારે ધોરણ 12ના પરિણામની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. એટલે કે 31 મેના રોજ ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવશે. બુધવારે સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઇટ પર ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવશે.
SMSથી પણ જાણી શકાશે પરિણામ
- આ ઉપરાંત વિદ્યાર્થીઓ SMS દ્વારા પણ પરિણામ જોઈ શકશે. આ માટે વિદ્યાર્થીઓએ SSCરોલ નંબર લખીને 56263 પર મેસેજ મોકલવાનો રહેશે. જે બાદ થોડા સમય પછી વિદ્યાર્થીઓ તેમના ફોન પર તેમના પરિણામો મેળવી શકશે.
- પરિણામ બાદ નામ સુધારાની દરખાસ્ત નિયત નમૂનામાં કરવાની રહેશે. પૂરક પરીક્ષા-૨૦૨૩ ની પાત્રતા ધરાવતા ઉમેદવારોની યાદી શાળાઓને પરિણામ સાથે મોકલી આપવામાં આવશે તથા પૂરક પરીક્ષાના આવેદનપત્રો ઓનલાઇન ભરવાની સૂચના હવે પછીથી આપવામાં આવશે.
વોટ્સએપથી પણ જાણી શકાશે પરિણામ
વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક(seat number) ભરીને મેળવી શકશે. વિદ્યાર્થીઓ Whatsapp no. 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક અને S.R. નકલ શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી અને દફતર ચકાસણીની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે.ગુણચકાસણીની અરજી ઓનલાઇન કરવાની રહેશે.
GSEB HSC રિઝલ્ટ આ રીતે કરો ચેક
- સ્ટેપ-1- રિઝલ્ટ ચેક કરવા માટે સૌ પહેલાં ઓફિશિયલ વેબસાઈટ gseb.org પર જાઓ
- સ્ટેપ 2- હોમ પેજ પર Check Gujarat Board Resultની લિંક પર ક્લિક કરો.
- સ્ટેપ 3- આગળના પેજ પર રોલ નંબર એન્ટર કરીને લોગિન કરો.
- સ્ટેપ 4- રિઝલ્ટ સ્ક્રીન પર દેખાશે.
- સ્ટેપ 5- રિઝલ્ટ ચેક કર્યા પછી પ્રિન્ટ લો અને હાર્ડ કોપી રાખો.
GSEB Result 2023: ધોરણ 12 આર્ટસ અને કોમર્સનું રિઝલ્ટ જાહેર
ઉપયોગી લીંક
રિઝલ્ટ જોવા માટેની લીંક | અહીં ક્લિક કરો |
FAQ’s: પ્રશ્નો અને જવાબો
ધોરણ 12 આર્ટસ નું રિઝલ્ટ 2023 ક્યારે જાહેર થશે?
ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને કોમર્સનું પરિણામ 31 મે ના રોજ સવારે 8 વાગે આવશે.
ધોરણ ૧૨ નું પરિણામ કેવી રીતે ચેક કરવુંં?
ધોરણ ૧૨ માં નુ રીઝ્લ્ટ તમે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ની સત્તાવાર સાઈટ gseb.org પર જઈ ચેક કરી શકો છો.
GSEB HSC સામાન્ય પ્રવાહ માટે પાસીંગ ટકાવારી કેટલી છે?
GSEB HSC Result 2023 ની પાસીંગ માર્ક હજુ સુધી નક્કી થયેલ નથી પરંતુ સોર્સ નું માનવામાં આવે તો પાસીંગ માર્ક ૩૩ હોઈ શકે છે.