Shramyogi Prasuti Sahay Yojana 2023 : ગુજરાત રાજ્ય ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા મહિલા બાંધકામ શ્રમિક અને બાંધકામ શ્રમિકની પત્નીને સગર્ભાવસ્થા દરમ્યાન નાણાકીય સહાય આપવા અને બાંધકામ શ્રમિકોને સામાજિક સ્થિરતા પ્રદાન કરવાનો છે. પ્રસૂતિ સહાય યોજના હેઠળ રૂપિયા 37500 ની સહાય આપવામાં આવશે.
Shramyogi Prasuti Sahay Yojana 2023
યોજનાનું નામ | પ્રસૂતિ સહાય યોજના 2023 |
હેઠળ | ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ |
વિભાગનું નામ | ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, ગુજરાત રાજ્ય |
મળવાપાત્ર સહાય | રૂપિયા 37,500/- ની સહાય |
સત્તાવાર પોર્ટલ | https://sanman.gujarat.gov.in/ |
હેલ્પલાઈન નંબર | 079-25502271 |
પ્રસૂતિ સહાય યોજનાનો લાભ મેળવવાની પાત્રતા
યોજનાનો લાભ મેળવવાની પાત્રતાઃ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
- આ યોજનાનો અમલ અને પ્રારંભ ઠરાવ પ્રસિદ્ધિની તારીખથી જ કરવાનો રહેશે અને ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા અમલ કરવાનો રહેશે.
- આ યોજનાનો લાભ કસુવાવડના કિસ્સામાં પણ મળવાપાત્ર થાય છે. જેથી મૃત બાળકના જન્મ તથા કસુવાવડના કિસ્સામાં માન્ય PHC ડોક્ટરનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે. (ગર્ભ રહયા પછી ૨૬ મા અઠવાડીયા પહેલા અથવા એટલી મુદ્દત દરમ્યાન મહિલા અરજદાર કે બાંધકામ શ્રમિકની પત્નીને કસુસવાડ થયેલ હોય તેવા જ કિસ્સામાં) સહાયની રકમ :
- નોંધાયેલ બાંધકામ શ્રમિકની પત્નીના કિસ્સામાં તા.૦૪/૧૧/૨૦૧૬ના સુધારા ઠરાવ ક્રમાંકઃ સીડબલ્યુએ/૧૩૨૦૧૫/૬૩૧૭૬૮/મ(૩) વંચાણે લઈને રૂ.૫૦૦૦/- ની સહાય આપવામાં આવતી હતી જે વધારીને રૂ.૬૦૦૦/-નો લાભ મળવાપાત્ર થશે.
- નોંધાયેલ મહિલા બાંધકામ શ્રમિકના કિસ્સામાં તા.૧૦/૧૨/૨૦૧૯ના સુધારા ઠરાવ ક્રમાંકઃ સીડબલ્યુએ/૧૩૨૦૧૫/૩૫૮૩૦૧/મ(૩) તેમજ તા.૨૦/૦૬/૨૦૨૦ના ઠરાવ ક્રમાંકઃ સીડબલ્યુએ/ ૧૩૨૦૨૦/૩૫૦૭૬/મ(૩) મુજબ ઉકત બંને ઠરાવની જોગવાઈ અનુસાર નોંધાયેલ મહિલા બાંધકામ શ્રમિકને પ્રથમ બે પ્રસુતિ પુરતી, સગર્ભાવસ્થા દરમ્યાન કુલ-રૂ. ૧૨,૫૦૦/- તથા પ્રસુતિ થયા બાદ કુલ- રૂ. ૧૫,૦૦૦/- પ્રસુતિ સહાય યોજના પેટે આપવામાં આવતા હતા. જે વધારીને નોંધાયેલ મહિલા બાંધકામ શ્રમિકને પ્રથમ બે પ્રસુતિ પુરતી, સગર્ભાવસ્થા દરમ્યાન કુલ-રૂ. ૧૭,૫૦૦/- તથા પ્રસુતિ થયા બાદ કુલ- રૂ.૨૦,૦૦૦/- પ્રસુતિ સહાય યોજના પેટે આપવામાં આવશે.
પ્રસૂતિ સહાય યોજનામાં મળવાપાત્ર સહાય
A. પ્રસુતિ થયા પહેલા મળવાપાત્ર થતી સહાય.
- તા.૧૦/૧૨/૨૦૧૯ ના ઠરાવ અન્વયે રૂ.૨૫૦૦/- ની સહાય તા.૨૦/૦૬/૨૦૨૦ના ઠરાવ અન્વયે ૩.૧૦,૦૦૦/-ની સહાય.
- રૂ.૨૫૦૦+ રૂ.૧૦,૦૦૦=૩.૧૨,૫૦૦/-
- તા. ૨૯/૦૪/૨૦૨૨ ના ઠરાવ અન્વયે રૂ.૫,૦૦૦/- ની સહાય રૂ.૨૫૦૦+ રૂ.૧૦,૦૦૦ + રૂ.૫,૦૦૦/- =રૂ.૧૭,૫૦૦/-
B. પ્રસુતિ થયા પછી મળવાપાત્ર થતી સહાય.
- તા.૧૦/૧૨/૨૦૧૯ ના ઠરાવ અન્વયે રૂ.૫૦૦૦/- ની સહાય તા.૨૦/૦૬/૨૦૨૦ના ઠરાવ અન્વયે રૂ.૧૦,૦૦૦/-ની સહાય.
- રૂ.૫૦૦૦+ રૂ.૧૦,૦૦૦=૩.૧૫,૦૦૦/-
- તા. ૨૯/૦૪/૨૦૨૨ ના ઠરાવ અન્વયે રૂ.૫,૦૦૦/- ની સહાય રૂ.૫૦૦૦ + રૂ.૧૦,૦૦૦ + રૂ.૫,૦૦૦/-=રૂ.૨૦,૦૦૦/-
આમ, નોંધાયેલ મહિલા બાંધકામ શ્રમિકને ઉકત A તથા B મુજબ કુલ રૂ.૩૭,૫૦૦/- ચુકવણી કરવામાં આવશે. સદરહુ સહાય નોંધાયેલ બાંધકામ શ્રમિકના બેંક ખાતામાં સીધા D.B.T મારફત જમા કરાવવાના રહેશે.
પ્રસૂતિ સહાય યોજના 2023 ના નિયમો
- નોંધાયેલ મહિલા બાંધકામ શ્રમિકના કિસ્સમાં પ્રસુતિ સહાય પહેલાની રૂ.૧૭,૫૦૦/- સહાયમાં ૦૬ (છ)માં માસમાં અરજી કરવાની રહેશે તથા સર્જન/ગાયનેક સર્જન/ગાયનેક PHC માન્ય ડોક્ટરનું પ્રમાણપત્ર/મમતા કાર્ડની નકલ (નોંધાયેલ મહિલા શ્રમિકના કિસ્સામાં) ડોકટરનું પ્રમાણપત્ર/મમતા કાર્ડની નકલમાં પ્રસુતિની સંભવિત તારીખથી અરજી બોર્ડની કચેરીમાં ઈન્વર્ડ થયા તારીખનો સમયગાળાની ગણતરી કરતા ૦૬ માસ (છ) પુર્ણ થાય તે પહેલા અરજી કચેરીમાં ઈન્વર્ડ થયેલ હોવી જોઈએ.
- પ્રસુતિ સહાય યોજનામાં અરજી કરવાનો સમયગાળો પ્રસુતિ થયા પછી ૧૨ (બાર) માસની સમયમર્યાદામાં અરજી બોર્ડની કચેરીમાં કરવાની રહેશે.
પ્રસુતિ સહાય યોજના માટે જરૂરી રજુ કરવાના ડોક્યુમેંટ :
શ્રમયોગી ડિલેવરી સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેંટ નીચે મુજબ છે.
મમતા કાર્ડની નકલ
- કસુવાવડ અંગે PHC માન્ય ડોક્ટરનુ પ્રમાણપત્ર
- રેશનકાર્ડની નકલ
- બેંક પાસબૂકની નકલ
- લાભાર્થીનું આધાર કાર્ડ
- સોગંદનામું
પ્રસુતિ સહાય યોજના માટેની મહત્વની લિંક્સ :
સત્તાવાર વેબસાઇટ 1 | https://bocwwb.gujarat.gov.in/ |
સત્તાવાર વેબસાઇટ 2 | https://sanman.gujarat.gov.in/ |
ઓફિશિયલ માહિતી | અહીં ક્લિક કરો |
ડિલેવરી પહેલા નું અરજી ફોર્મ | ડાઉનલોડ કરો |
ડિલેવરી પછી નું અરજી ફોર્મ | ડાઉનલોડ કરો |
બોનાફાઈટ સર્ટિફિકેટ ના નમૂનો PDF | ડાઉનલોડ કરો |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
પ્રસુતિ સહાય યોજના ની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?
પ્રસુતિ સહાય યોજના ની સત્તાવાર વેબસાઈટ https://sanman.gujarat.gov.in/ છે
પ્રસુતિ સહાય યોજનામાં કેટલી સહાય મળશે ?
પ્રસુતિ સહાય યોજનામાં રૂપિયા 37500 ની સહાય મળશે.