Kheti Bank Recruitment 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે ધોરણ 10 અને 12 પાસ ઉપર ખેતી બેંકમાં ટોટલ 17 જિલ્લાઓમાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તો સંપૂર્ણ માહીતી માટે આ લેખને અંત સુધી વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ માહીતી શેર કરજો.
Kheti Bank Recruitment 2023
પોસ્ટનું નામ | અલગ અલગ |
સંસ્થાનું નામ | ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક |
સ્થળ | ગુજરાતના 17 જિલ્લાઓ |
અરજી માધ્યમ | ઓનલાઇન |
નોટીફીકેશન તારીખ | 27/05/2023 |
ફોર્મ ભરવાની શરૂવાતની તારીખ | 27/05/2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 05/06/2023 |
ઓફિશ્યલ વેબસાઈટ | https://khetibank.org |
પોસ્ટનું નામ
નોટીફીકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક દ્વારા
- ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO)
- ટેકનિકલ સાઈસ્ટન્ટ(ડ્રાઈવર)
- ઓફિસર આસિસ્ટન્ટ (પ્યુંન)
ખાલી જગ્યા
- ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO):- 78
- ટેકનિકલ સાઈસ્ટન્ટ(ડ્રાઈવર):-13
- ઓફિસર આસિસ્ટન્ટ (પ્યુંન):-72
લાયકાત
ખેતી બેંકની આ ભરતીમાં દરેક પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જેમાં ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO) માટે ગ્રેજયુએટ, CCC પાસ, 2 વર્ષનો અનુભવ હોવો જોઈ. જ્યારે ઓફિસર આસિસ્ટન્ટ (પ્યુન) માટે 12 પાસ તથા કોમ્પ્યુટરની પ્રાથમિક સમજ હોવી જોઈએ અને ટેકનિકલ સાઇસ્ટન્ટ (ડ્રાઈવર) માટે 10 પાસ તથા ફોર્મ વ્હીલરનું 5 વર્ષ જૂનું લાયસન્સ અનિવાર્ય છે
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારની પસંદગી ઓફલાઈન ઇન્ટરવ્યૂ બાદ નિયત કરેલ તારીખે કરવામાં આવશે. જેમાં ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાક્ટ પર કરવામાં આવશે. ખેતી બેંક દ્વારા ઉમેદવારની પસંદગી કરવા માટે અન્ય કોઈ પ્રક્રિયા પણ અપનાવી શકે છે. ઉમેદવારો અરજી કરવામાં માટે ખેતી બેંકની સત્તાવાર વેબસાઇટ https://khetibank.org પર જઈ ઓનલાઈન અરજી કરી શકે છે.
પગાર ધોરણ
ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO) | માસિક રૂપિયા 15,000 |
ટેકનિકલ સાઈસ્ટન્ટ(ડ્રાઈવર) | માસિક રૂપિયા 14,000 |
ઓફિસર આસિસ્ટન્ટ (પ્યુંન) | માસિક રૂપિયા 13,000 |
અરજી કેવી રીતે કરવી?
- સૌપ્રથમ નીચે આપેલી લિંકની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- આ ભરતીમાં અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની હોવાથી અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ https://www.khetibank.org/ પર જાઓ.
- તથા તેના ઉપર Recruitment સેકશનમાં જાઓ.
- તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ફોર્મમાં તમારી દરેક ડિટેઈલ ભરો તથા જરૂરી ડોક્યુમેંન્ટ અપલોડ કરો.
- હવે ભરવામાં આવેલ ફોર્મની પ્રિન્ટ કાઢી લો એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
KreditBee એપ્લિકેશન થી મેળવો ઘરે બેઠા 10,000 થી લઈને 2 લાખ સુધીની લોન એ પણ કોઈ કાગળિયા કર્યા વિના
Licence Exam PDF : ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માટે ઉપયોગી બૂક PDF ફાઈલ
અરજી કરવા માટે જરૂરી લીંક
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
મહત્વપૂર્ણ તારીખ
આ ભરતીની નોટીફિકેશન ખેતી બેંક દ્વારા 27/05/2023 નાં રોજ બહાર પાડવામાં આવી છે.
- ફોર્મ ભરવાની શરૂવાતની તારીખ:- 27/05/2023
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:05/06/2023
FAQs: આ ભરતીને લગતા પ્રશ્નો અને જવાબો
આ ભરતીનુ નામ શું છે?
આ ભરતી ખેતી બેંક દ્વારા બહાર પાડવામાં આવી છે.
આ ભરતીમાં અરજી કરવા માટેની લીંક કઈ છે?
આ ભરતીમાં અરજી કરવા માટે લીંક આ https://khetibank.org છે
આ ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?
આ ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 05/06/2023 છે.