PM Yasasvi Yojana 2023:કેન્દ્ર સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે ધણી શિષ્યવૃત્તિ યોજનાઓ ચલાવવામાં આવે છે.ગરીબ અને હોશિયાર વિદ્યાર્થીઓને અભ્યાસમાં સહાય મળી રહે તે માટે આવી જ એક યોજના એટલે PM YASASVI YOJANA આ યોજનામાં ધોરણ 9 થી 12 માં વિદ્યાર્થીઓને રૂ.75000 થી 125000 સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.આ યોજના માટેના ફોર્મ ઓનલાઈન ભરવાનું શરૂ થઈ ગયેલ છે. ઓનલાઇન ફોર્મ ભરવાની અને ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ,કેવી રીતે શિષ્યવૃત્તિ આપવામાં આવે વગેરે જેવી માહીતી આ પોસ્ટમાં આપને મેળવીશું.
પીએમ યશસ્વી યોજના
PM YASASVI YOJANA એટલે કે PM Young Achievers Scholarship Award Scheme For Vibrant India(Yasasvi) હેઠળની Top Class School Education For OBC,EBC and DNT Students યોજના વર્ષ 2022-23 થી અમલમાં આવેલી યોજના છે.આ યોજના અંતર્ગત શિષ્યવૃત્તિ આપવા માટે એન્ટ્રન્સ ટેસ્ટ 2023 લેવામાં આવે છે.આ યોજના હેઠળ લાભ મેળવવા માટે વર્ષ 2023-24 માં મંત્રાલય દ્વારા નક્કી કરાયેલી સંસ્થામા અભ્યાસ કરતા ફકત ધોરણ 9 અને ધોરણ 11નાં અન્ય પછાત વર્ગ (OBC)આર્થિક રીતે પછાત વર્ગ(EBC)અને વિચરતી વિમુક્ત (DNT)જાતિના વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કરી શકે છે.
PM Yasasvi શિષ્યવૃત્તિ
- આ શિષ્યવૃત્તિ યોજના મા વાર્ષિક રૂ.1,25,000 સુધીની શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે.
- આ પરીક્ષા નું ફોર્મ ભરવા માટે ઉમેદવારોએ કોઈ પરીક્ષા ફી ચુકવવાની રહેતી નથી.
- આ યોજના અંતર્ગત પરીક્ષાનો અભ્યાસક્રમ, પાત્રતા પરીક્ષા કેન્દ્રના શહેરો તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા માન્ય થયેલ સંસ્થા-શાળાઓની યાદી અને પરીક્ષા સંબંધિત માહિતી https://yet.nta.ac.in વેબસાઇટ પર મૂકવામા આવેલ છે.
- વર્ષ ૨૦૨૩-૨૪માં આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા પસંદ કરેલી સંસ્થા-શાળાઓમાં ધો.૯ થી ૧૨માં અભ્યાસ કરતા અન્ય પછાત વર્ગ (OBC), આર્થિક રીતે પછાત વર્ગ (EBC) અને વિચરતી વિમુક્ત (DNT) જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓ ઓનલાઇન ફોર્મ ભરી શકે છે.
- આ યોજનામા આવક મર્યાદા આ મુજબ નિયત કરવામા આવેલી છે જેઓના માતા-પિતાની તમામ સ્ત્રોતની વાર્ષિક આવક રૂ.૨.૫૦ લાખથી વધુ ન હોવી જોઇએ
- આ યોજનામા ધો.૯ અને ૧૦ના વિદ્યાર્થીઓની શાળાની ટ્યુશન ફી અને હોસ્ટેલ ફી એમ મળીને વધુમાં વધુ વાર્ષિક રૂ. ૭૫,૦૦૦ સુધીની શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે.
- ધો ૧૧ અને ધો ૧૨ના વિદ્યાર્થીઓને શાળાની ટ્યુશન ફી અને હોસ્ટેલ ફી એમ મળીને વાર્ષિક રૂ.૧,૨૫,૦૦૦- સુધીની શિષ્યવૃ આપવામા આવે છે
- આ શિષ્યવૃત્તિ યોજના માટે મંત્રાલય દ્વારા પસંદ કરવામાં આવેલી શાળા સંસ્થાની માહિતી https://yet.nta.ac.in વેબસાઇટ પર મૂકવામા આવેલી છે.
PM Yasasvi Yojana માટે પાત્રતા
- SAR/NT/SNT શ્રેણીનાં OBC/EBC/DNT વિદ્યાર્થીઓ આ સ્કોલરશીપ યોજના માટે ઓનલાઇન ફોર્મ ભરી શકે છે
- ધોરણ 9 અને 11 માં ભણતા વિદ્યાર્થીઓ જ આ સ્કોલરશીપ પરીક્ષા આપી શકે છે.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- ઉમેદવાર પાસે ધોરણ-10 પાસનું રીઝલ્ટ અથવા
- ધોરણ 8 પાસનું રીઝલ્ટ હોવું આવશ્યક છે.
- નિયત કરેલી આવકનુ સક્ષમ સતાધીકારીનો દાખલો
- ઉમેદવારનું આઈ.ડી.કાર્ડ
- ઈમેઇલ એડ્રેસ
- મોબાઈલ નંબર
યશસ્વી સ્કોલરશીપ ઓનલાઇન ફોર્મ
- યસસ્વી શિષ્યવૃત્તિ યોજના દ્વારા ધોરણ 9 થી 11 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કરીને અને નિયત તારીખ પહેલા તેનો લાભ મેળવી શકે છે. આ યોજનામાં કેવી રીતે અરજી કરવી.
- આ સ્કોલરશીપ યોજના માટે ફોર્મ ભરવા માટે સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે.
- આ માટે YASASVI યોજનાની ઓફીસીયલ વેબસાઇટ https://yet.nta.ac.in/ ની મુલાકાત લો,
- ઉમેદવારે સફળતાપૂર્વક રજિસ્ટ્રેશન કર્યા પછી, તેઓ નીચેનામાંથી એક શિષ્યવૃત્તિ કાર્યક્રમો માટે અરજી કરવા પાત્ર છે:
- ટ્રસ્ટ થિંક માટેના ઉમેદવારોએ મુખ્ય પેજના “Helpful Links” વિભાગમાં સ્થિત “Login” લેબલવાળા બટનને ક્લિક કરીને લોગ ઇન કરવું જરૂરી છે.
- પછી તમે તમારી સામે એક નવું પેજ જોશો, જેના પર તમારે સબમિટ બટન પર ક્લિક કરતા પહેલા તમારો એપ્લિકેશન નંબર અને પાસવર્ડ એંટર કરવાના રહેશે.
મહત્વપૂર્ણ લીંક
આ યોજનાની ઓફિશ્યલ નોટીફિકેશન | અહીં ક્લિક કરો |
School List | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ લીંક | અહીં ક્લિક કરો |
FAQs:આ યોજનાને લગતા પ્રશ્નો અને જવાબો
PM Yasasvi Yoajan નુ પૂરું નામ શું છે?
Pm Young Achievers Scholarship Award Scheme For Vibrant India
PM Yasasvi Yojana માટે ફોર્મ ભરવાની તારીખ કઈ છે?
11-07-2023 થી 10-08-2023
PM Yasasvi સ્કોલરશીપ યોજના માટે ફોર્મ ભરવા માટેની વેબસાઇટ કઈ છે?
આ યોજનામાં અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઈટ https://yet.nta.ac.in/ આ છે.
PM Yasasvi Yojana ની ઓફિશ્યલ નોટીફિકેશન જોવા માટેની લીંક કઈ છે?
આ યોજનાની ઓફિશ્યલ નોટીફિક્શન જોવા માટે ઉપર કોષ્ટકમાં લીંક આપેલી છે.