Agriculture Implement Subsidies Yojana: ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ધણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. ગુજરાતમાં I khedut Portal પર ખેડૂતના હિતમાં અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે.શું તમે ખેતીવાડીનાં સાધનો માટે સહાય યોજનાનો લાભ લેવા માગો છો? તો તમારા માટે અહીં આ પોસ્ટમાં ખેડુત સાધનો સહાય યોજના વિષે પૂરી જાણકારી બતવાવામાં આવી છે.તો અંત સુધી વાચવાં વિનતી.
ખેતીવાડીના સાધનો માટે સહાય યોજના વિગત
યોજનાનું નામ | ખેતીવાડી સાધનો માટે સહાય યોજના |
વિભાગનું નામ | બાગાયતી વિભાગ |
યોજનાનો ઉદ્દેશ | ખેડૂતને ખેતીવાડીના સાધનો જેવાકે વાવણી, વાવેતર લણણી અને ખોદકામના સાધનો |
ક્યાં લાભાર્થીઓને સહાય મળે? | ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રો |
અરજી કરવાનું માધ્યમ | ઑનલાઇન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 31/5/2023 |
ઓફિશ્યલ વેબસાઈટ લીંક | @ ikhedut.gujarat.gov.in |
મળવાપાત્ર લાભો:
અનુસૂચિત જાતિના ખેડૂતો માટે: અનુસૂચિત જાતિના લાભાર્થીને પ્રતિ એકમ રૂ.0.30 લાખના ખર્ચેના 50% મુજબ રૂ.0.15 લાખ સહાય મળવા પાત્ર
અનુસૂચિત જનજાતિ ખેડૂતો માટે: અનુસૂચિત જનજાતિના લાભાર્થીને પ્રતિ એકમ રૂ 0.30 લાખના ખર્ચના 50% મુજબ રૂ. 0.15 લાખ સહાય મળવા પાત્ર છે.
લેપટોપ સહાય યોજના: Laptop Sahay Yojana 2023
સામાન્ય જાતિના ખેડૂતો માટે: પ્રતિ એકમ રૂ 0.30 લાખના ખર્ચના 40% મુજબ રૂ. 0.12 લાખ સહાય મળવા પાત્ર છે. નાનાં/સીમાંત/મહિલા લાભાર્થીને પ્રતિ એકમ રૂ 0.30 લાખના ખર્ચના 50% મુજબ રૂ. 0.15 લાખ સહાય મળવા પાત્ર છે
Smartphone Sahay Yojana 2023 : ખેડૂતો માટે સ્માર્ટફોન સહાય યોજના 2023, 6000 રૂપિયાની સહાય મેળવો
આ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ
- ખેડૂતની 7/12 અને ૮-અ ની જમીનની નકલ
- અરજદારનું આધારકાર્ડની નકલ
- જો ખેડૂત લાભાર્થી એસ.સી. જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
- જો ખેડૂત લાભાર્થી એસ.ટી. જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
- રેશનકાર્ડની નકલ (Ration Card)
- જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
- લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
- ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
- લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગત
- સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
- દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
- મોબાઈલ નંબર
આ યોજનામાં અરજી કેવી રીતે કરવી?
- પ્રથમ Google ખોલીને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
- જ્યાં આઈખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ @ ikhedut.gujarat.gov.in ખોલવી.
- ikhedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
- યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-3 પર આવેલી “બાગાયતી ની યોજનાઓ” ખોલવું.
- “બાગાયતી ની યોજનાઓ” ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર-88 વાવણી, વાવેતર લણણી અને ખોદકામના સાધનો પર ક્લિક કરવું.
- જેમાં વાવણી, વાવેતર લણણી અને ખોદકામના સાધનોમાટે સહાય યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને આગળનું પેજ ખોલવાનું રહેશે.
- જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
- ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
- લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
- સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
- ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિન્ટ મેળવી શકશે
અરજી કરવકરવા માટે જરૂરી લીંક
અરજી કરવા માટેની લીંક | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
FAQs: આ યોજનાને લગતા પ્રશ્નો અને જવાબો
આ યોજનાના વિભાગનું નામ શું છે?
આ યોજનાના વિભાગનું નામ બાગાયતી વિભાગ છે.
આ યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
આ યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ 31/05/2023 છે.